INFORMATION OF PANCHPIPLA



પાંચપીપળા જેતપુર તાલુકા નું એક ગામ તેના વિષે કઈક જાણીએ. 
સરનામું :- પાંચપીપળા 
તાલુકો   :-જેતપુર
જીલ્લો :- રાજકોટ
રાજ્ય :- ગુજરાત
દેશ :- ભારત   
        
       પાંચ પીપળા જેતપુર થી ૧૦ કિલોમીટર  દુર છે. જેતપુર થી પાંચપીપળા પેઢલા અને સરધારપુર એમ ૨ ગામ  થી જઈ શકાય છે.
પાંચ પીપળા માં આશરે ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦(લગભગ) ની વસ્તી છે.
     પાંચપીપળા માં ભણવા માટે ૧ થી ૧૦ ધોરણ  સુધી ની સુવિધા છે. 
જેમાં પ્રાથમિક ધોરણ એક થી સાત બસ સ્ટેન્ડ થી અંદર ની સાઈડ આવેલ છે.  માધ્યમિક સાળા બસ સ્ટેન્ડ ની બાજુમાં જ આવેલ છે, જેમાં ધોરણ ૮ થી ૧૦ ની સુવિધા અપાય છે.
     પ્રાઈવેટ સાળા માં સનફલાવર ઈન્ગ્લીશ સ્કુલ જેમાં ધોરણ ૧ થી ૭ ઉપલબ્ધ છે તથા દિવસ હોસ્ટેલ સુવિધા છે.જેમાં H .K .G  અને L .K .G ની સુવિધા પણ  છે.
      સરગમ સેવા સમિતિ દ્વારા ગામ માટે હિતાવ્હ્ક કામ કરવામાં આવે છે.આ સમિતિ દ્વારા બાળકો માટે રમત નું ગ્રાઉન્ડ બનવામાં આવેલ છે તથા વ્રુક્ષો વાવેતર કરવામાં આવે છે.
    પાંચ પીપળા ગામમાં ત્રિવેણી સંગમ જેવું  પવિત્ર  સ્થળ આવેલ છે.આ સ્થળ પર ત્રણ નંદીઓ  છે. જેમાં ભાદર, સાપરવાડી અને એક નાની નંદી  મળે છે. 
   પાંચપીપળાના પાડોશી ૭ જેટલા ગામ આવેલા છે. જેમાં પેઢલા, સરધારપુર,કેરાડી,લુનાગરા,લુનાગરી, ઉમરકોટ અને વેગડી
 નો સમાવેશ થાય છે.